વિશ્વના વિદ્વાનો દ્વારા સમર્પિત " અભિનંદન ગ્રન્થ " પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ ( M.a.,...
વિશ્વના વિદ્વાનો દ્વારા સમર્પિત " અભિનંદન ગ્રન્થ " પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ ( M.a., Ph.d., D.phil., D.litt )ના દિવ્ય જીવન, ગુણો, કાર્યો તેમજ મહાવિદ્ધતાને દર્શાવતાં તથા તેમના રચિત અનેક કલ્યાણકારી શાસ્ત્રોનો પરિચય આપતા આ " અભિનંદન ગ્રન્થ " માં વિશ્વના અનેક વિદ્વાન ધર્મગુરુઓ- મહામંડલેશ્વરો- સંતો - મહંતો - રાજકીય મહાનુભાવો - દેશ વિદેશની અનેક યુનિવર્સીટીઓના ચાન્સેલરો - પ્રિન્સિપાલો તેમજ અનેક સંસ્થાઓનાં સંચાલકો તેમજ અનેક મહાન વિદ્વાનોના કિંમતી લેખો- અભિપ્રાયો મહારાજશ્રી પ્રત્યેના છે. આ અભિનંદન ગ્રન્થના માધ્યમથી " શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ એ માત્ર મહાન વિદ્વાન સંતજ નહીં પરંતુ અનંત જીવાત્માઓનું કલ્યાણ કરનારા / પરમધમાધિપતિ પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ સ્વયં આ પૃથ્વી પર પ્રગટ થયા છે, એ વિદ્વાનોના મતે સાબિત થાય છે.. માટે જ આ એંપમાં રહેલા ગ્રન્થ ના માધ્યમથી " પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ નો યથાર્થ મહિમા વિશ્વભરમાં સૌ કોઇ જાણી શકે " એવા શુભ હેતુથી આ એપ લોન્ચ કરવામાં આવી છે. મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ એપ બનાવવામા " મયૂરા દેવાણી " એ સેવા કરી છે, તેમજ "તરુણ ચોહાણે" પણ સેવાનો લાભ લીધો છે. તેમનો પણ અમે આભાર વ્યકત કરીયે છીએ. શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજના રચેલા અનેક શાસ્ત્રો તેમજ સ્વયં મહારાજના દિવ્ય જીવન વિષેના પણ અનેક સાહિત્ય પ્રાપ્ત કરવા માટે સંપર્ક કરો./ શ્રીકૃષ્ણપ્રકાશ સ્વામી..= મો. 9974362108. લી. = પ્રગટ શ્રીહરિ શરણાગતિ મંડળ.શ્રીપરમધામ મંદિર, જુનાગઢધામ.